મને નથી ખબર કે શું છે સાચ્ચું કે શું છે ખોટું,
મને તો બસ બાપાએ કીધું હતું કે, “બેટા, રાખ મન મોટું!”
સમયની સાથે, એ પણ બદલાઈ ગયા.
દેશપ્રેમની દાઝ જગાવી , જાણે ક્યાં ખોવાઈ ગયા.
સમાજ, સદૈવ રહ્યો છે સાથે,
જે પણ મેળવ્યું, કર્યું પોતાના હાથે.
કોણ ઉઠાવશે એમના માટે અવાજ?
કોણ જગાવશે યુવાનોમાં દેશદાઝ?
હું નથી કેહતો કે હું જ એકલો છું,
કહું છું ફરી, હું એકલો નથી.
એકલાનું કામ પણ નથી આ,
છે ઘણા, જેમને છે આ દેશથી પ્રીત,
બધાની છે અલગ, પોત પોતાની રીત.
છોડી રહ્યો છું સંબંધ,
દેશભક્તિ બતાવી રહી છે એનું રંગ.
જરૂર છે એવા યુવાધનની,
કરે સેવા માદરે વતનની.
ક્યારે સુધી રાખીશુ, એક માણસ પર આધાર?
જ્યારે છે આપણી પાસે, યુવાધન અપાર.
દેશ માંગે છે બલિદાન,
ચાલો, જાળવીએ એનું સમ્માન.
નહીંતર ગેરમાર્ગે આ યુવાધન દોરાઈ જશે.
કાલે કદાચ કોઈ યુવાન ઉભો પણ નહિ થશે.
છે સમય, છે ઉર્જા, ત્યાં સુધી જીવી લેવા દો,
હું આગળ વધી રહ્યો છું,
મને મારી ગતિ સાથે આગળ વધવા દો.