થયો મારી ઉપર એક વજ્રઘાત,
તોય ના લાગ્યો મને કોઈ આઘાત.
દુઃખની સાથે મને ફાવી ગયું,
દર્દમાં હસતાં આવડી ગયું.જીવનનો નાનું નિર્ણય અનમોલ,
પરિવારની આગળ ના કોઈનો તોલ,
લોકોના જૂઠાં મીઠા બે બોલ,
કોઈની સામે તારું દિલ ના ખોલ.
જો, તારા દિલ સાથે કોઈ રમી ગયું,
દર્દમાં હસતાં આવડી ગયું.નવા નગરની નવી વાતો,
વહ્યો જતો દિવસ, અને કષ્ટપૂર્વક રાતો.
ખબર નહિ છેલ્લે ક્યારે લીધી હતી ચેનની શ્વાસ,
આંખો છે ભીની, જીવનમાં નથી ઉજાસ.
માં બાપને લાગે છે છોકરો સુધરી ગયો,
દર્દમાં હસતાં આવડી ગયું.આવી ગયા છે, તો હવે જીવી લઈશું,
ઘૂંટડા દુઃખના બે ચાર પી લેશું.
બને કોઈ દુઃખનું કારણ તો ના બનવા દો.
દિલને થોડું આજુ બાજુ ફરવા દો.
પછી જો જો, જીવન કેવું સુધરી ગયું.
દર્દમાં હસતાં આવડી ગયું.